અમદાવાદના સરખેજમાં યુવતી સાથે ઝઘડા બાદ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ યુવકે કર્યો છે, યુવકે પોતાને પેટ્રોલ નાખી લાઇટરથી આગ લગાડી હતી અને રોડ પર આવી ગયો હતો, તો લોકોએ પાણીનો છંટકાવ પણ યુવક પર કર્યો હતો, પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

યુવકે સળગ્યા બાદ પહેલા માળેથી કૂદકો માર્યો હતો

તો યુવકે પહેલા હોસ્પિટલમાં તોડફોડ કરી અને ત્યારબાદ હોસ્પિટલમાંથી કૂદકો પણ માર્યો હતો, સરખેજની આલનૂર હોસ્પિટલમાં યુવકે કરી તોડફોડ અને આલનૂર હોસ્પિટલમાં યુવક યુવતીને મળવા આવ્યો હતો, બન્ને વચ્ચે બોલાચાલી બાદ યુવકે આ કારસ્તાન કર્યુ હોવાની વાત સામે આવી છે, સરખેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે અને આ મામલે પોલીસે યુવતીની પણ પૂછપરછ કરી છે.

અમદાવાદની સરખેજની હોસ્પિટલમાં યુવકે આત્મદાહ કર્યો

યુવકે આલનૂર હોસ્પિટલમાં યુવતી સાથે ઝઘડો કર્યા બાદ પેટ્રોલ છાંટ્યુ છે અને યુવતીને મળ્યા બાદ પેટ્રોલ નાખી લાઇટર વડે આગ લગાડી હતી, કામરાન પઠાણ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસને એવી આશંકા છે કે, પ્રેમપ્રકરણમાં આ ઘટના બની હોઈ શકે છે, ત્યારે સત્યતા ત્યારે સામે આવશે જયારે યુવતી પોલીસને સાચું કારણ આપશે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો : Valsad News : કોમનવેલ્થ ગેમ્સ 2030ની ગુજરાતને યજમાની મળતા ઐતિહાસિક સફળતાને ચિંતન શિબિરમાં હર્ષોલ્લાસભેર વધાવાઇ