ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એક સાથે 35 સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓની રેડ શરૂ થઈ છે.


150થી વધુ અધિકારીઓ સર્ચમાં જોડાયા

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. એક સાથે 35 સ્થળો પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 લોકોના નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છએ. 150થી વધુ અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે. અમદાવાદમાં સેટેલાઈટ, નારોલ પીરાણા, સૈજપુર અને પીપળજમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે.


આ પણ વાંચોઃ Surat News: ધારાસભ્યએ બે દિવસ પહેલા જ શહેરમાં દબાણો દૂર કરવા રજૂઆત કરી, આજે તંત્રએ તેમનું જ દબાણ તોડી નાંખ્યું


  • Follow us on: