અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આજે ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં આઈટીની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્રિલોખ પરીખની ગુલમહોર ક્લબ ખાતે આવક વેરા વિભાગે તપાસ કરી હતી. ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખના ઘરે પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. આ ઉપરાંત વિનોદ ઈન્ડસ્ટ્રી તેમજ તેમના નિવાસ સ્થાને પણ સર્ચ કરાયું હતું.
35 સ્થળો પર આવકવેરા વિભાગની તપાસ
મંગળવારથી અમદાવાદમાં 35 સ્થળો પર આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ છે. ગઈકાલે આવકવેરા વિભાગ દ્વારા વિનોદ મિત્તલના ત્યાંથી લાખો રૂપિયાની રોકડ અને અન્ય વ્યવહારો મળ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગની ટીમ દ્વારા બેંક ખાતા અને દાગીના સહિતની બાબતોની તપાસ શરૂ કરાઈ છે.










