ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધથી સ્થિતિ વણસી છે અને મુસાફરોનું કહેવું છે કે, સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને બે દિવસમાં બોમ્બ અને મિસાઇલ ફૂટ્યા છે અને તેના અવાજ સાંભળ્યા છે, રોકાયેલા દરેક મુસાફરને મફ્તમાં સુવિધા મળી હોવાની વાત સામે આવી છે.
વધારાની સેવાઓથી મુસાફરોને વધુ વિકલ્પો મળશે
એર ઈન્ડિયાએ ટોરોન્ટો, ફ્રેન્કફર્ટ અને પેરિસ માટે વધારાની ફ્લાઈટ્સની કરી જાહેરાત, અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને કારણે મુસાફરોની વધતી માગને લઈ એર ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે, 5 થી 11 માર્ચ દરમિયાન દિલ્હી અને ટોરોન્ટો વચ્ચે 3 વધારાની ફ્લાઈટ્સ ઓપરેટ કરાશે અને 7 થી 10 માર્ચ દરમિયાન દિલ્હી અને ફ્રેન્કફર્ટ વચ્ચે 3 નવી ફ્લાઈટ્સ ઓપરેટ કરાશે, 7 થી 10 માર્ચ દરમિયાન દિલ્હી અને પેરિસ વચ્ચે 1 વધારાની ફ્લાઈટ ઓપરેટ કરાશે.
દુબઈ અને ફુજૈરાહથી ભારત આવતા મુસાફરો માટે મહત્વના સમાચાર
સ્પાઈસજેટની UAEથી ભારત માટે ખાસ ફ્લાઈટ્સની જાહેરાત કરી છે અને સ્પાઈસજેટ એરલાઈન્સે 5 થી 7 માર્ચ દરમિયાન 20 ફ્લાઈટ ઓપરેટ કરશે, ફુજૈરાહ અને દુબઈથી મુંબઈ તેમજ દિલ્હી માટે ઓપરેટ થશે,મુસાફરોની વધતી માગને લઈ આ નિર્ણય કરાયો છે.









