અમદાવાદમાં સુભાષબ્રિજમાં ક્ષતિ થવાને લીધે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને મોટી તકલીફો પડી રહી છે. ટ્રાફિક જામ થવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે આ બ્રિજ હજી કેટલા દિવસ બંધ રહેશે તેવો ગણગણાટ શરૂ થયો છે.
બુધવાર સવાર સુધીમાં સુભાષ બ્રિજનું ઈન્સપેક્શન પૂર્ણ થઈ જશે
અમદાવાદના સુભાષ બ્રિજનું બુધવાર સવાર સુધીમાં ઈન્સપેક્શન પૂર્ણ થઈ જશે. જેનો તપાસ રીપોર્ટ મનપા કમિશ્નરને સોંપવામાં આવશે. આ રીપોર્ટ સોંપાયા બાદ હાઈ લેવલ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં બ્રિજના રીપેરિંગને લઈ નિર્ણય લેવામાં આવશે. જેથી કાયમી ઉકેલ માટે લાંબો સમય સુધી બ્રિજ બંધ રહી શકે છે. આવતીકાલે પ્રથમ 5 દિવસ બ્રીજ બંધ રહેવાની સમય મર્યાદા પૂર્ણ થાય છે.હાલ પૂરતું સમસ્યા નિવારવા નિર્ણય થશે તો ઓછા સમય માટે બ્રિજ બંધ રહેશે.
