અમદાવાદ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એલ.સી.બી. (LCB) ઝોન-7ની ટીમે એક સફળ દરોડો પાડીને જુગાર રમી રહેલા 4 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સરખેજમાં આવેલા આકાશ એસ્ટેટના એક બંધ રૂમમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી LCB ઝોન-7 સ્ક્વોડને મળી હતી.
સરખેજના આકાશ એસ્ટેટના રમાતો હતો જુગાર
આ માહિતીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. એસ્ટેટના બંધ રૂમમાં છુપાઈને રમાતા આ જુગારધામ પર પોલીસ ત્રાટકતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે સતર્કતા દાખવી સ્થળ પરથી 4 જુગારીઓને દબોચી લીધા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે: રોકડ રકમ અને અંગઝડતીના નાણાં, જુગારમાં વપરાતા મોબાઈલ ફોન, કુલ કિંમત: રૂ.1,62,500નો મુદ્દામાલ કબજે કરાયો છે.













