વાડજ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં બાતમી આપનાર બાતમીદારનું નામ ફરિયાદની કોપીમાં જાહેર કર્યુ છે, બાતમીદારે ચાઇનીઝ દોરી અંગે બાતમી આપી હતી અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ બાતમીદારે ફરિયાદની કોપી જોઈ તો વાત સામે આવી કે પોલીસે તેનું નામ જ ફરિયાદ કોપીમાં બાતમીદાર તરીકે ઉલ્લેખ કર્યુ હતુ.
વાડજ પોલીસને ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનાર અંગે આપી હતી બાતમી
ચાઈનીઝ દોરીને લઈ ગુજરાત પોલીસે ઝુંબેશ ઉઠાવી હતી ત્યારે વાડજ પોલીસને એક બાતમીદાર બાતમી આપી જાય છે કે, જે તે વ્યકિત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવી રહ્યો છે, ત્યારે પોલીસની તે બાતમી સાચી ફડે છે અને જે તે શખ્સ સામે ગુનો પણ નોંધાય છે, પણ આ બધાની વચ્ચે જેણે બાતમી આપી તેનું નામ અને નંબર ફરિયાદની કોપીમાં દર્શાવ્યું છે, જેને લઈ જીવદયા પ્રેમીને ડરાવવા ધમકાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ અને બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
