અમદાવાદ એસપી રીંગ રોડ પર લોકોએ રસ્તો બ્લોક કર્યો છે, અને હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરવાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે, સ્થાનિકોએ રોડ પર ઉતરી રોડ ચક્કાજામ કર્યો છે અને મોડી રાતથી વાહનવ્યવહાર બંધ કરાવી દીધો હતો, સ્થાનિકોનું કહેવું છે કે, આ કટ જયાં સુધી નહી ખોલાય ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે.


[[$googlead]]

સ્થાનિકોના ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા

ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ પર હોટલ હિલ્લોક આવે છે અને આ હોટલની પાસેના રોડ પર ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે અને ભાજપના એક નેતા દ્વારા આ રોડ પરની કટ બંધ કરી દેવાની રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે આસપાસની સોસાયટીના લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, ટ્રાફિક હોય છે જેના કારણે 5 થી 7 કિમી ફરીને જઉં પડે છે અને તેના કારણે હાલાકી પડી રહી છે અને વિરોધ કર્યો હતો.

પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવવાની કાર્યવાહી કરી હતી

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રોડ પરનો ટ્રાફિક દૂર કર્યો હતો, સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું અને હેરાન થવાનો વારો આવ્યો છે, સ્થાનિક લોકો દ્વારા 'દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી' ના નારા લગાવીને રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો.

[[$alsoread]]


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો, બપોરના સમયે થાય છે ગરમીનો અહેસાસ


  • Follow us on: