અમદાવાદના પીપળજ વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. હર્ષ એન્ટરપ્રાઈઝમાં આગનું તાંડવ મળતી માહિતી મુજબ પીપળજ રોડ પર આવેલી 'હર્ષ એન્ટરપ્રાઈઝ' નામની કેમિકલ ફેક્ટરીમાં આ આગ લાગી છે. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં કેમિકલ અને જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી.
કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બની બેકાબૂ
આગના કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે, જેને પગલે આસપાસની અન્ય ફેક્ટરીઓમાં પણ ભયનો માહોલ છે. ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલમાં 25 થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહી છે. કેમિકલની આગ હોવાથી તેને ઠારવા માટે ખાસ ફોમ (Foam) અને અત્યાધુનિક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
