પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને આધુનિકીકરણ માટે મુંબઈ ડિવિઝનમાં મોટા પાયે ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આગામી 20 ડિસેમ્બરથી સળંગ 30 દિવસ સુધી મેગા બ્લોક રહેશે. આ બ્લોકની સૌથી વધુ અસર અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી ટ્રેનો પર પડશે, જેના કારણે રેલ વ્યવહાર ખોરવાશે અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને અમદાવાદથી મુંબઈ તરફ જતી મુખ્ય ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને અનેક ટ્રેનોને નિર્ધારિત સ્ટેશનો કરતા વહેલી ટૂંકાવી દેવામાં આવશે.


રેલ મુસાફરોની કસોટી

આ મેગા બ્લોક દરમિયાન લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ જેવી મહત્વની ટ્રેનો હવે બોરીવલી સ્ટેશને રોકાશે નહીં, જે મુંબઈના ઉપનગરોમાં રહેતા મુસાફરો માટે ચિંતાનો વિષય છે. રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કામગીરીના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે તો કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. 30 દિવસ સુધી ચાલનારા આ બ્લોકને ધ્યાનમાં રાખીને મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન અગાઉથી કરી લેવા અને રેલવેની સત્તાવાર વેબસાઈટ કે હેલ્પલાઈન પરથી લેટેસ્ટ શિડ્યુઅલ ચેક કરી લેવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો : 

  • Follow us on: