અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની અનધિકૃત બાંધકામ ધરાવતી શાળાઓ સામે કાર્યવાહી યથાવત્ રાખવામાં આવી છે. BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન વિના કાર્યરત સરખેજ, પ્રહલાદનગર, બોપલ અને વેજલપુર વિસ્તારની કુલ 13 સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ તમામ શાળાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ બાદ પણ BU પરમિશન ન લેતા મનપાએ આ કડક પગલાં લીધા છે.
મનપાની આ કાર્યવાહીમાં નીચેની શાળાઓને સીલ કરવામાં આવી છે:
બોપલ:
- નેચર, અરીહંત બંગ્લોઝ, ગાલા-જીમખાના રોડ
- એચ-૩, શિવમ બંગ્લોઝ, સોબો સેન્ટર રોડ
- રાઈઝિંગ સ્ટાર-મોન્ટેસરી, ચિતવન સોસા, ગાલા રેસિડેન્સી રોડ
- લેમ્પ્રોસ, શિવમ બંગ્લોઝ, સોબો સેન્ટર રોડ
વેજલપુર:
- હેપ્પી કિડ્સ, રુદ્ર પાર્ક સોસાયટી
- શોર બકોર પ્રી સ્કુલ, જીવરાજ રોડ
- લિટલ મેલીનિયમ, સમીત્રા સોસાયટી
- વેદાંત ઈન્ટરનેશનલ સ્કુલ, રજવાડું હોટલની સામે
સરખેજ અને અન્ય:
- કુવૈશ સ્કુલ, સરખેજ રોઝા રોડ, સરખેજ
- જાગૃતિ સ્કુલ, સરખેજ
- અમદાવાદ જુનિયર સ્કુલ, સીમા હોલની સામે, આનંદનગર રોડ, જોધપુર
- Kidzee Pre School, પ્રહલાદ નગર, સરખેજ
શિક્ષણ સંસ્થાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાતાં AMCની આ કાર્યવાહીથી અન્ય સ્કૂલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
