અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં રોકાવું પડતું હતું અથવા ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી.
દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે 08 દુકાનની વ્યવસ્થા કરવામાં આવી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ, નાગરિકોની આ હાલાકી દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે ₹૬૦ કરોડના ખર્ચે ૮૫૮ બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. રેનબસેરાની મુખ્ય વિશેષતાઓમાં વિશાળ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૮ માળ ધરાવતા આ ભવનનું કુલ બાંધકામ ક્ષેત્રફળ ૨૪,૪૩૬ ચો.મી. છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૮૦ લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું તેમજ અન્ય સુવિધાઓમાં ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ૦૮ દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
