ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ દ્વારા આગામી 9 થી 13 માર્ચ 2026 દરમિયાન "PRL વર્કશોપ ઓન કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ" નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની વર્કશોપ ખાસ કરીને પીએચ.ડી. (PhD) ના શરૂઆતના તબક્કાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે.


નેશનલ વર્કશોપના મુખ્ય ઉદ્દેશ્યો અને વિષયો નીચે મુજબ છે

01-આ વર્કશોપ આધુનિક ક્વોન્ટમ કન્ડેન્સ્ડ-મેટર ફિઝિક્સના મુખ્ય ખ્યાલો અને પાયાના સૈદ્ધાંતિક સાધનોનો વ્યાપક પરિચય આપશે.
02-આ કાર્યક્રમમાં ટોપોલોજી ઇન નોન-ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ્સ, સેમિક્લાસિકલ ટ્રાન્સપોર્ટ થીયરી, ધ ક્વોન્ટમ હોલ ઇફેક્ટ, ગ્રીન્સ ફંક્શન્સ અને મેની-બોડી ફિઝિક્સ તેમજ સુપરકન્ડક્ટિવિટીની થીયરી જેવા મહત્વના વિષયો આવરી લેવામાં આવશે.
03-આ લેક્ચર્સ અને ટ્યુટોરિયલ્સ ભારતની અગ્રણી સંશોધન સંસ્થાઓના પ્રખ્યાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.

પ્રકારની કાર્યશાળાઓ વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવે છે

આ વર્કશોપમાં 8માં વાર્ષિક પ્રતિષ્ઠિત PRL-IAPT (ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ) લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે PRL ના પ્રોફેસર દિવ્યેન્દુ ચક્રવર્તી દ્વારા આપવામાં આવશે. આ શ્રેણીનો ઉદ્દેશ્ય ઉચ્ચ સ્તરીય સંશોધન અને સ્નાતક કક્ષાના શિક્ષણ વચ્ચે સેતુ બાંધવાનો અને ભૌતિક વિજ્ઞાનના શિક્ષણને વધુ અસરકારક બનાવવાનો છે. ભારતમાં ક્વોન્ટમ મટીરિયલ્સ ક્ષેત્રે વધી રહેલા સંશોધકોની સંખ્યાને ધ્યાનમાં લેતા, આ પ્રકારની કાર્યશાળાઓ વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં અને દેશના સંશોધન ક્ષેત્રને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્કશોપ અંગેની વધુ વિગતો માટે https://sites.google.com/view/prlcmpworkshop/home વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે.


  • Follow us on: