અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને તે નિર્ણયોના કારણે શહેરીજનોને થોડો ફાયદો થયો છે, શહેરમાં ઘણી જગ્યાએ નવા વિકાસના કામો ચાલી રહ્યાં છે જેને લઈ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.
ટ્રાફિક સમસ્યા મુદ્દે પોલીસ કમિશનર રોડ પર ઉતર્યા
આજે પિરાણા ખાતે પોલીસ કમિશનરે કરી વિઝીટ અને નારોલ-વિશાલ બ્રિજ પર ટ્રાફિકની સમીક્ષા કરવામાં આવી હતી, પિરાણા કટ બંધ કર્યા બાદ ટ્રાફિકમાં રાહત હોવાની વાત પોલીસ કમિશનર જી.એસ.મલિકે મિડીયાને કરી છે, નારોલથી વિશાલા વચ્ચે બ્રિજની કામગીરી ચાલુ છે અને પીરાણા કટ થોડા સમય પહેલા બંધ કર્યો અને તેને લઈ ટ્રાફિક હળવો થયો હોવાની વાત સામે આવી છે, પોલીસ કમિશનરનું વધુમાં કહેવું છે કે, ટ્રાફિક હળવો કરવા પોલીસ સ્ટાફમાં વધારો કર્યો છે અને આવતીકાલે પેલેડીયમ મોલ ખાતે કમિશનર ટ્રાફિકને લઈ વિઝીટ કરશે.













