સોશિયલ મીડિયમાં વીડિયો વાયરલ થયો છે જેમાં હોટલના સંચાલકોએ ગ્રાહક સાથે કર્યું ગેરવર્તન તેવો આક્ષેપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે, ગ્રાહકે કરી amcમાં હોટલ સામે ફરિયાદ, વાસી ફૂડ પીરસાયું હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. ગત 18 નવેમ્બરે રેસ્ટોરેન્ટમાં ગ્રાહકને થયો હતો કડવો અનુભવ.


ગ્રાહક હોટલમાં જમવા ગયો અને થયો કડવો અનુભવ

Mocha Resturantની સીજી રોડ બ્રાન્ચમાં ફેમિલી સાથે જમવા ગયા હતા ત્યારે રોટલીનો ઓર્ડર રિપીટ કરતા ત્યાં ના વેઇટર રોટલી વાંસના બાસ્કેટમાં લઇ આવ્યા હતા અને એ બાસ્કેટ રોટલી સાથે ટેબલ પર મૂકતા વાંસના બાસ્કેટમાં ભરાઈ રહેલા બહુજ બધા જીવડાઓ બાસ્કેટની બહાર નીકળ્યા હતા અને જમવાના ટેબલ ફર ફરવા લાગ્યા હતા, જેથી ગ્રાહકે હાજર મેનેરજને બોલાવી રજૂઆત કરેલ અને મેનેજરે ભૂલ સ્વીકારવાના કરવાને બદલે ગ્રાહકને બીજું ભોજન આપું તેવી વાત કરી હતી.

ખાદ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો

છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાદ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે?

ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની

જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પણ વાંચો :Gandhinagar News : કચ્છી ખારેક અને કેસર કેરીથી લઇને હસ્તકલા અને વણાટકામના કચ્છ અને સૌરાષ્ટ્રના 10થી વધુ ઉત્પાદનોએ મેળવ્યો છે GI ટેગ


  • Follow us on: