અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ પાસે રફતારનો કહેર જોવા મળ્યો હતો જેમાં ફુલ સ્પીડમાં જઈ રહેલ થારના ચાલકે એકટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
અમદાવાદમાં ફરી સર્જાયો રફ્તારના રાક્ષસનો કહેર
અમદાવાદના પાલડીમાં વિશ્વકુંજ પાસે થાર કાર ચાલકે કર્યો અકસ્માત અને કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો છે, ઉશ્કેરાયેલા ટોળાએ કાર પર કર્યો પથ્થરમારો અને પોલીસે ઘટના સ્થળે પહોચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, મહત્વનું છે કે, કાર ચાલક ભાગે તે પહેલા જ તેની અટકાયત કરવામાં આવી હતી.
પાલડી વિસ્તારમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત
પાલડી વિસ્તારમાં મોડી રાત્રે એક અકસ્માત થયો હતો જેમાં કાર ચાલકે એક એકટિવા ચાલકને અડફેટે લીધો હતો જેના કારણે રોડ પર ઉભેલા ટોળાએ કારની પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યો હતો, અને ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો છે, કોઈ મોટી જાનહાની આ ઘટનામાં થઈ નથી.









