અમદાવાદના પાલડીમાં આવેલ હીરાબાગ ક્રોસિંગ પાસે 18 નવેમ્બરે આ ઘટના બની હતી જેમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, શ્વાન એક વ્યકિતને કરડી ગયું તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો રખડતા શ્વાનોને ઝડપી લેવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે, એક જ દિવસમાં શ્વાને 5 લોકોને બચકાં ભર્યા હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક

અમદાવાદના પાલડી વિસ્તારમાં જ નહી પણ ઘણા વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક ભાઈ કે જે એકટિવા લઈને ફલેટની અંદર આવી રહ્યાં છે અને શ્વાન તેની પાછળ આવે છે અને પગના ભાગે બચકું ભરે છે, તો આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવે છે અને ઈજાગ્રસ્તને સારવાર લેવી પડી હતી.

જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?

ઘા નાનો હોય તો અવગણશો નહિ

[[$alsoread]]

ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.

હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.

કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.

અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.

કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.

કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.

બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.

કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)

જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?

સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.

ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.

તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.

પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?

તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.

તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.

તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..

જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.

જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.

 

  • Follow us on: