બંગ્લો, કાર હોવા છતાં અનાજનો જથ્થો લેઇ રહ્યાં હતા અને 3 દિવસમાં ખુલાસો કરવા માટે પુરવઠા વિભાગની સૂચના છે, જવાબ નહી આપવાનું નામ NFSAમાંથી રદ્દ કરાશે અને અમદાવાદ સહિત રાજ્યમાં પાત્રતા નહીં ધરાવતાં હોવા છતાં હાલમાં NFSAનો જથ્થો મેળવતાં હોય તેવા 56 લાખ રેશનકાર્ડધારકોને નોટીસ ફટકારાઈ હતી.
જેમાંથી 47 લાખ રેશનકાર્ડધારકોનો સમાવેશ કરાયો હોવાનું મનાય છે
પૂરવઠાં વિભાગે જમીન, જીએસટી નંબર, બંગલો, કાર ધરાવતા રેશનકાર્ડધારકોને ત્રણ દિવસમાં ખુલાસો આપવા નોટીસ ફટકારી હતી. જવાબ નહીં આપરનાર કાર્ડધારકનું નામ NFSAમાંથી કટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હવે તેઓના રેશનકાર્ડ પર અનાજ સહિતનો જથ્થો મળી શકશે નહીં. અમદાવાદમાં ૧.૪૦ લાખને નોટીસ આપી હતી, જેમાંથી શહેરમાં ૨૨ હજાર કાર્ડધારકોને ખુલાસાના આધારે હજી ઈ ફકેટ આપવાની બાકી છે.
જિલ્લામાં 10 હજાર રેશનકાર્ડ NFSAમાંથી કેન્સલ કરાયા છે
પૂરવઠાં વિભાગના સુત્રો કહ્યું કે, શહેરની ૧૫ ઝોનલ કચેરીઓમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (NFSA) હેઠળ પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં વિનામુલ્યે અનાજ મેળવી રહ્યા છે. એટલેકે, આવા રેશનકાર્ડધારકો આવકવેરો ભરતાં હોય, જીએસટી નંબર ધરાવતા હોય, જમીન કે બંગલો સહિત અન્ય સંપતિ ધરાવતા હોવા છતાં તેઓના રેશનકાર્ડ પર NFSAનો જથ્થો મેળવાઈ રહ્યો હતો. જે કેન્દ્ર સરકારના સોફટવેર મારફત પૂરવઠાં વિભાગના ઉચ્ચઅધિકારીઓના ધ્યાનમાં આવતાં અગાઉ મળેલી મિટીંગમાં આવા પાત્રતા નહીં ધરાવતા રેશનકાર્ડધારકોનો NFSAનો જથ્થો અટકાવીને નામ રદ કરવા નિર્ણય લેવાયો હતો.
જેના ભાગરૂપે રાજયના અંદાજે 56 લાખ રેશનકાર્ડધારકોને નોટીસ અપાઈ હતી
બેથી ત્રણવાર રિમાઇ ન્ડર નોટીસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી હતી. આમાં અમદાવાદ શહેરમાં ૪૯ હજાર રેશનકાર્ડધારકોને નોટીસ આપી દીધી છે. આમાંથી ૨૨ હજાર રેશનકાર્ડધારકોને ખુલાસાના આધારે ઈફકેટ આપવાની બાકી છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ૯૭હજારને નોટીસ આપી હતી. આમાંથી ૧૦ હજાર કેન્સલ કરાયા છે અને મોટાભાગના NFSAમાં સમાવી લેવાયા છે. હાલ SIRની કામગીરીના લીધે અટકી ગઇ છે. આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા વિભાગ તરફથી તાકીદ કરાઈ છે. પરંતુ SIRની કામગીરીના લીધે હજી વિલંબ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : Morbi News : મોરબીમાં 12 કલાક સુધી ડિમોલિશનની કામગીરી ચાલી, 3 જિલ્લાના પોલીસ કાફલા વચ્ચે ધાર્મિક સ્થળના દબાણો દૂર કરાયા