પાવન અવસર ગૌર પૂર્ણિમા નિમિત્તે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ,કલોલ અને વિરમગામ વિસ્તારમાં ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા આ વિસ્તારોમાં વિશાળ સ્તરે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હરિનામ સંકીર્તન અને પ્રસાદ વિતરણ દ્વારા સમાજના આધ્યાત્મિક ઉદ્ધારનો સંકલ્પ લેવામાં આવ્યો છે.


પાલખીમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે

આ મહોત્સવમાં ફૂલોથી સજાવેલ પાલખીમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે.પંચામૃત તેમજ પવિત્ર જળ અને વિવિધ ફળના રસોથી વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક થશે અને હરે કૃષ્ણ મહામંત્રનું સમૂહગાન થશે. ત્યાર બાદ મહા દિવ્ય આરતી થશે. સુગંધિત ફૂલની પાંખડીઓ સાથે આનંદમય ભક્તિ ઉત્સવ થશે.

ક્યાં યોજાશે આ કાર્યક્રમ

26 ફેબ્રુઆરી 2026-બાકરાણા ગામ, વિરમગામ

28 ફેબ્રુઆરી 2026 – સુરાણી ફાર્મ, સાણંદ

28 ફેબ્રુઆરી 2026 – વાસવા ગામ, વિરમગામ તાલુકો

1 માર્ચ 2026 – ઝોલાપુર ગામ, વિરમગામ

1 માર્ચ 2026 – અંકિત વિદ્યાલય, પંચવટી, કલોલ (ગાંધીનગર)

1 માર્ચ 2026 – સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ, મણિનગર

1 માર્ચ 2026 – મંગલ પાંડે પાર્ટી પ્લોટ, જીવનવાડી, નિકોલ



  • Follow us on: