આવતીકાલથી અમદાવાદનો શાસ્ત્રીબ્રિજ ફરીવાર થશે બંધ અને બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થતા બ્રિજ બંધ કરાશે જેમાં વિશાલાથી પીરાણા સુધી જોડતો બ્રિજ રહેશે બંધ અને આવતીકાલથી એક તરફનો બ્રિજ બંધ રહેશે જેમાં શાસ્ત્રીબ્રિજ થતા વાહનચાલકોને પડશે હાલાકી અને 11 મહિના બ્રિજ બંધ રહેતા નાગરિકોને પડશે હાલાકી, બ્રિજના સમારકામથી કામગીરી શરૂ કરાઇ.


[[$googlead]]

11 મહિના શાસ્ત્રી બ્રિજ બંધ રહેશે

અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ ખરાબ થતા તેનું રીપેરીંગ કરવામાં આવશે, આ શાસ્ત્રી બ્રિજ આગામી 11 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે, અમદાવાદની વિશાલા હોટલથી નારોલ અને નરોડા સુધી આ રોડ સીધો જતો હતો અને સમારકામને લઈ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, હાલમાં મશીનરીથી રીપેરીંગ કામગીરી કરાઈ રહી છે, અને બ્રિજનું સમારકામ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે.

અમદાવાદ શહેરમાં વધશે ટ્રાફિક સમસ્યા

બ્રિજની માળખાગત મજબૂતી અને સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શાસ્ત્રી બ્રિજ બંધ થતા પૂર્વ વિસ્તાર તરફ જતા વાહનચાલકોને તકલીફ પડશે, શાસ્ત્રી બ્રિજ બંધ થતા પીરાણા તરફથી વિશાલા તરફ જવા માંગતા વાહનચાલકોને હવે શહેરના આંતરિક માર્ગો પરથી ફરજીયાત ચક્કર મારીને જવું પડશે. પરિણામે શહેરના મધ્ય વિસ્તારમાં ટ્રાફિકનો ભાર વધવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે.

[[$alsoread]]


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story


  • Follow us on: