પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિયેશન (ADSA) દ્વારા છઠ્ઠી DRM ચેમ્પિયનશીપનો શુભારંભ 25 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યો છે. સાબરમતી સ્થિત સ્પોર્ટ્સ મેદાનમાં આ DRM ચેમ્પિયનશીપનું આયોજન કરવમાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત એસોસિયેશનના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ દ્વારા કરવામાં આવી હતી.
1200 કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે
વર્ષ 2025–26ની આ ચેમ્પિયનશીપમાં 10 રમતો અને કુલ 38 ઇવેન્ટ્સ શામિલ છે. અમદાવાદ મંડળના 16 વિભાગોના લગભગ 1200 કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જે તેને પશ્ચિમ રેલવેની સૌથી મોટી રમત સ્પર્ધાઓમાંની એક બનાવે છે










