અમદાવાદમાં એક મહિલાને ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. યુવકે વેપારી મહિલા પાસે વાહન ખરીદવા નાણા માંગ્યા હતાં. મહિલાએ રૂપિયા આપવાની ના પાડી દેતા કિરણ પટેલ નામના યુવકે અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મહિલાએ કિરણ પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


અમદાવાદમાં મહિલાને ફોટો વાયરલ કરવાની ધમકી

અમદાવાદની એક વેપારી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેડતી અને ખંડણીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ સોશિયલ મીડિયા પર અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. મહેસાણાના કિરણ પટેલની ગત ફેબ્રુઆરીમાં આ મહિલા સાથે મુલાકાત થઈ હતી. કિરણ પટેલે આ મહિલા પાસે વાહન ખરીદવા પૈસાની માગણી કરી હતી. મહિલાએ રૂપિયા આપવાની ના પાડતાં યુવકે ધમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.  

આ પણ વાંચોઃ Gandhinagar News: અમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરી


  • Follow us on: