વિરમગામમાં છેલ્લા ઘણા સમયથી ગરમીમાં જ અવારનવાર કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો લાંબા સમય સુધી ખોરવાતા લાઈટો ડુલ થવાની ફરિયાદો સાંભળવા મળે છે. એવામાં સોમવારે રાત્રે વરસાદ બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી વેરણ બની હતી. ત્યારે મંગળવારે પણ ફરી ભરવાડી દરવાજા અંદર, બહાર વિસ્તાર,ટાવર પાછળ, પરકોટા, મંગલમ સોસાયટી અને વિસ્તારો, નીલકી ફાટક પાસેના વિસ્તાર સહિત શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં લાંબા સમય સુધી લાઈટ રાત્રેજ બંધ થતાં અસહ્ય ગરમીમાં લોકોની ધીરજ નો અંત આવ્યો હતો.સોશિયલ મીડિયામાં વીજતંત્ર સામે ધાંધિયાના મેસેજો સાથે રોષ ઠલવાયા હતા.શહેરના વિસ્તારો માથી મોટી સંખ્યામાં મંગળવારે અડધી રાત્રે લોકો ગોલવાડ દરવાજા પાસે ઉત્તર ગુજરાત વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર પર એકત્ર થયા હતા અને સમસ્યાને કારણે હોબાળો મચાવ્યો હતો.પ્રજાજનોની ફરિયાદ ઉઠવા પામી હતી કે વીજ તંત્રએ જાહેર કરેલા ફરિયાદ માટેના મોબાઈલ નંબર પર કે જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ જ નથી મળતો તેમજ વિભાગીય કચેરી પર રાત્રિમાં જવાબદાર અધિકારી અને જરૂરી સ્ટાફ્ પણ નહિ રાખવામાં આવતા હોવાનાઆક્ષેપ થયા હતા.હાલ કાળ ઝાળ ગરમી પડી રહી છે.આખો દિવસ પરસેવે કામકાજ કરીને રાત્રે માંડ આંખ મિચતા લાઈટ ડુલ થઈ જાય છે. તેમાંય હાલ બફારાસભરની ગરમીથી ખાસ કરીને દર્દીઓ, વડીલો અને બાળકોને સૌથી વધુ પરેશાની વેઠવાનો વારો આવતો હોય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: