ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.આજે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે.રાજ્યમાં સૌથી વધુ કંડલામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.અમદાવાદ અને ગાંધીનગરમાં 43.3, વડોદરા અને રાજકોટમાં 43.7, ભુજ 42.1 અને કેશોદમાં 41.7,ભાવનગર 40.8 અને સુરત 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કાળઝાળ ગરમીએ પરાકાષ્ઠા વટાવી
સૌરાષ્ટ્ર-કચ્છમાં વૈશાખ મહિનાની કાળઝાળ ગરમીએ પરાકાષ્ઠા વટાવી છે.રાજકોટ,કંડલા અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પારો 44 ડિગ્રીને આંબી જતાં જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. સમગ્ર રાજ્યમાં 44.4 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ રહ્યું હતું, જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભયાનક ગરમી વચ્ચે રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય નેપાળી શ્રમિક સુરેશ પરિહારનું લૂ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે.
