કાલુપુર સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાને રિક્ષાચાલકે અડફેટે લેતા એકનું મોત નિપજ્યુ હતુ.
જ્યારે બીજી મહિલાને સામાન્ય ઇજાઓ પહોચી હતી. ત્રણ મહિલાઓ ઘરવખરીના સામાનની ખરીદી કરવા માટે કાલુપુર આવી હતી અને તે સમયે અકસ્માત થયો હતો. આ અંગે ટ્રાફ્કિ પોલીસે અકસ્માત સર્જનાર રિક્ષાચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
નરોડામાં 45 વર્ષીય ગીતબેન મારવાડી પરિવાર સાથે રહે છે. ગત 7 જાન્યુઆરીએ સાંજના સમયે તેઓ ઘરનો સામાન ખરીદવા તેમના માસી મણીબેન તથા માતા ભદીબેન સાથે રિક્ષામાં કાલુપુર જવા નીકળ્યા હતા. કાલુપુર સર્કલ ખાતે ત્રણેય રિક્ષામાંથી ઉતરીને ફ્રૂટ માર્કેટ જવા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પુરઝડપે આવી રહેલા રિક્ષાચાલકે મણીબેન અને ભદીબેનને ટક્કર મારી હતી. અકસ્માત થતા બંને ફ્ંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થતા રિક્ષાચાલક રિક્ષા મૂકીને ભાગી ગયો હતો અને ઇજાગ્રસ્ત બંને મહિલાઓને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મણીબેનનું મોત નીપજ્યું હતું. આ અંગે ગીતબેને રિક્ષાચાલક સામે ઈ-ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો