અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી વિકાસલક્ષી કામગીરી સામે બહેરામપુરા વોર્ડના સંતોષનગરના રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે. પ્રજાના ટેક્સના પૈસા અને જનરલ બજેટમાંથી કરવામાં આવતા ડામર રોડના કામમાં AMCના ભેદભાવપૂર્ણ અને અડધા-પડધા કામ સામે સ્થાનિકોએસવાલો ઉઠાવ્યા છે.
શુક્રવારે વહેલી સવારે સંતોષનગર રોડ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ ડામર કામ માત્ર સંતોષનગરના શ્રી ગણેશ મિત્ર મંડળની ચાલીથી લઈને ઈકબાલ કરિયાણાની દુકાન સુધી જ સીમિત રાખવામાં આવ્યું હતું.
