શહેરના નિકોલ વોર્ડમાં આવેલા કઠવાડા વિસ્તાર અને સિંગરવા ગ્રામ પંચાયતની હદમાં તંત્રની ઘોર બેદરકારી અને ઔદ્યોગિક એકમોની મનમાનીનો સણસણતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સયાજી મેઇઝ પ્રોડક્ટ્સની પાછળથી ભુવાલડી થઈને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન હિંગળાજ માતા તથા બળિયાદેવ મંદિર તરફ્ જતા માર્ગ પર અસહ્ય ગંદકી અને ઘન કચરાના ડમ્પિંગ યાર્ડ જેવા દ્વશ્યો સર્જાયા છે.

સ્થાનિક તળાવની આસપાસ અને રોડની બંને બાજુએ ઔદ્યોગિક એસ્ટેટો તથા નાના-મોટા કારખાનાઓ દ્વારા રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. પવિત્ર ધામ તરફ્ જતા માર્ગ પર જ કચરાના ડુંગરો ખડકાઈ જતાં ભક્તોની આસ્થા દુભાઈ રહી છે, તો બીજી તરફ્ આખીય વસાહતમાં દુર્ગંધ, મચ્છરો અને જીવાતોનો અસહ્ય ઉપદ્રવ ફેલાયો છે.