અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના બાકરોલ, બુજરંગ, જેતલપુર, બારેજા, કણભા સહિતના વિવિધ વિસ્તારોમાં કેમિકલયુક્ત ઔદ્યોગિક કચરાના સળગાવવાની પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે. તો આવી પ્રવૃતિને અવગણીને પ્રદુષણ વિભાગ કોઈ કાર્યવાહી કર્યા વગર ખુરશીમાં ટેકા દઈને આરામ ફરમાવે છે.


સ્થાનિકોના જણાવ્યા મુજબ, આવા કચરાના સળગાવવાના કારણે વિસ્તારમાં દુર્ગંધ અને ધુમાડાનું પ્રમાણ વધી રહ્યું છે, જેના પરિણામે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ્ સહિત આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળે છે. સ્થાનિક નાગરિકો દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે કે તાલુકાના કેટલાક ઔદ્યોગિક એકમોમાં કાયદાકીય જોગવાઈઓના પાલન અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ-1986, હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-1981 તથા ઘન કચરા વ્યવસ્થાપન સંબંધિત નિયમો હેઠળ ઔદ્યોગિક કચરાના નિકાલ માટે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તેમજ સંબંધિત વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરાવી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: