બગોદરા (સં.ન્યૂ.સ) : બાવળા તાલુકાના કેશરડી ગામે સાકોડ ફીડર માથી ખેતીવાડી માટે લઈ જતી લાઇનના ત્રણ પોલ નમી ગયેલી સ્થિતિમાં છે. જે ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જી શકે તેમ છે. સ્થાનિક ખેડૂત સુરેશભાઈ નરભેરામભાઈના જણાવ્યા પ્રમાણે આ વીજ પોલ ઘણા સમયથી નમેલી હાલમાં છે. વારંવાર તંત્રને જાણ કરવા છતા કોઇ આ તરફ્ ફરકતુંજ નથી અને અકસ્માત થાય તો જબાવદાર કોણ ચોમાસા પહેલા આ વિજપોલ ના કામકાજ હાથ ધરવામાં આવે તેવી માગણી ઉભી થઈ છે. સાકોડ ફીડર માંથી પસાર થતી આ ખેતીવાડી વીજ લાઈનને લઈ કંપનીના કર્મચારીનું પેટનું પાણી સુધ્ધા પણ હલતું નથી હવે જોવાનું એ રહ્યું કે તંત્ર વીજ પોલ રીપેર કરે છે કે મોટી જાનહાની થાય તેની રાહ જુએ છેનો સવાલ સ્થાનિકો કરી રહ્યા છે. કારણ વરસાદ પછી આ જગ્યા ઉપર કોઈ રીપેર કરવા પણ નહી જઈ શકે તેમ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: