બાપુનગરમાં ડીમાર્ટ પાસ સોમવારે વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. જેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસ ઉભી રાખીને મુસાફરોને ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના પગલે ફાયરની ટીમે સ્થળ પર પહોચીને અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ કરતા એન્જિનના આગળના ભાગે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. બાપુનગર ડી માર્ટ પાસે સવારે 7 વાગ્યાની આસપાસ 300 નંબરની સર્ક્યુલર રૂટની બસ પસાર થતી હતી. તે દરમ્યાનમાં અચાનક જ આગળના ભાગે એન્જિનમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડા નીકળ્યા હતા. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો