આઝાદીના પર્વ નિમિત્તે પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દેશભક્તિ અને ઉમંગનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પૂર્વ વિસ્તારના નિકોલ, ઓઢવ, વસ્ત્ર્રાલ, નરોડા અને બાપુનગર જેવા વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો, શાળાઓના વિદ્યાર્થીઓ, અને સામાજિક સંગઠનો જોડાયા હતા.સવારે યાત્રામાં સ્થાનિક નેતાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ રહી
આ તિરંગા યાત્રામાં સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો અને સામાજિક અગ્રણીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો અને યુવા પેઢીમાં દેશપ્રેમ તથા રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવાનો હતો. આ યાત્રા જે માર્ગો પરથી પસાર થઈ હતી ત્યાં સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા તિરંગા યાત્રા પર પુષ્પવર્ષા કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ અને વેશભૂષા પણ રજૂ કરવામાં આવી હતી, જેણે સૌના દિલ જીતી લીધા હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે અમદાવાદ શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે 15મી ઓગસ્ટ ઉજવાશે. સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેરની મુખ્ય સરકારી ઇમારતો, ઐતિહાસિક સ્થળો અને શોપિંગ મોલ્સને રંગબેરંગી રોશની તથા ત્રિરંગાથી સજાવવામાં આવ્યા છે.
