સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, અમદાવાદના ખમાસા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત અંજુમન-એ-ઇસ્લામ હાઈસ્કૂલમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. આ વર્ષે હર ઘર તિરંગા અને મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત આખી સ્કૂલ દેશભક્તિના માહોલમાં તરબોળ થઈ ગઈ હતી. શાળાના બિલ્ડિંગને કેસરી, સફેદ અને લીલા રંગના વિશાળ કાપડના પટ્ટાઓથી સજાવવામાં આવી હતી, જેણે ઈમારતને સાક્ષાત ત્રિરંગાનું સ્વરૂપ આપ્યું હતું. આ અનોખા શણગારે રસ્તે ચાલતા દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું હતું.
