ઠક્કરનગરમાં રહેતા દિગંત સાવલિયા 3 ડિસેમ્બરે પિતાનું બાઇક લઇને કોલેજથી પરત આવી રહ્યો હતો ત્યારે કૃષ્ણનગર સરદાર ચોક પાસે એક્ટિવા ચાલકે એકાએક સાઇડ લાઇટ બતાવ્યા વગર યુટર્ન લઇ લેતા દિગંતની બાઇક એક્ટિવાને સામાન્ય અથડાવી હતી. બાદમાં એક્ટિવા ચાલકે બિભત્સ શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. એક્ટિવા ચાલકે કહ્યુ કે, તુ કેમ તારી ગાડી આવી રીતે ચલાવે છે તેમ કહીને દિગંત સાથે મારમારી શરૂ કરી હતી. આટલુ જ નહીં, એક્ટિવા ચાલકે છરી કાઢીને દિગંતને પગના ભાગે મારીને ત્યાંથી ભાગી ગયો હતો. જેના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક દિગંતને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ અંગે દિગંત સાવલીયાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam










