ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરના ટ્રાફ્કિ અને દબાણો મુદ્દે અવારનવાર ફ્ટિકાર લગાવવામાં આવતો હોવા છતાં અમદાવાદનું નારોલ સર્કલ જાણે નિયમોથી પર હોય તેમ લાગી રહ્યું છે.


નારોલ સર્કલ પાસે આવેલા AMTS બસ સ્ટેન્ડ અને એસ.ટી. બસ સ્ટેશન પાસે ખાનગી પિકઅપ વાહનો અને રિક્ષાચાલકોએ અડિંગો જમાવ્યો છે, જેના કારણે મુસાફ્રો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાથે જ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં દબાણોનો રાફ્ડો ફટયો છે ત્યાંથી માત્ર 50 થી 100 મીટરના અંતરે જ નારોલ ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન આવેલું છે. છતાં, ટ્રાફ્કિ પોલીસના અધિકારીઓ કે જવાનોને આ ગેરકાયદે પાર્કિંગ અને જમાવડો દેખાતો નથી. લો-ગાર્ડન કે ગીતામંદિર જેવા વિસ્તારોમાં ટ્રાફ્કિ પોલીસ વાહનોને લોક કરીને દંડ વસૂલવાની કડક કામગીરી કરે છે, તો નારોલ સર્કલ પાસે આ જ પોલીસ કેમ લાચાર દેખાય છે? તે એક મોટો પ્રશ્ન છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સવારથી સાંજ સુધી નારોલ સર્કલ પર ટ્રાફ્કિનું ભારણ સૌથી વધુ હોય છે. આ સમયે ટ્રાફ્કિનું નિયમન કરવાને બદલે પોલીસ જવાનો ક્યાંક 'સંતાઈ' જતા હોય તેમ જણાય છે. જ્યારે ટ્રાફ્કિ જામ વિકરાળ સ્વરૂપ ધારણ કરેછે, ત્યારે જ પોલીસ જવાનો માત્ર દેખાડો કરવા હાજર થાય છે. શું નારોલ ટ્રાફ્કિ પોલીસ આ દબાણ કરનારાઓ સામે જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે? કે પછી આ અવ્યવસ્થા પાછળ કોઈ છુટો દોર આપવામાં આવ્યો છે? આ પ્રકારનો પ્રશ્નો સ્થાનિકોમાં ઉદ્ભવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: