અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકના ગેરકાયદેસર ઉત્પાદન અંગે એસ.ઓ.જી. દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે. બાકરોલના રૂદ્રા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ગેરકાયદેસર પ્લાસ્ટિકની થેલી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.
ગેરકાયદેસર રીતે પોલીથીન થેલીઓનું ઉત્પાદન અને વેચાણ
માહિતી મુજબ, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૂદ્રા ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નં. 481માં ગેરકાયદેસર રીતે પોલીથીન થેલીઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હતું. ખાનગી માધ્યમથી મળેલ હકીકત આધારે એસ.ઓ.જી.એ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
ફેક્ટરીમાંથી કુલ 8.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી કુલ 8.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 500 ગ્રામ વજનના 2,600 પેકેટ તૈયાર પ્લાસ્ટિકની થેલીઓ, 25 કિગ્રા વાળી 388 બેગ પોલીથીનના દાણા અને મશીનો સામેલ છે. સમગ્ર કાર્યવાહી દરમ્યાન ફેક્ટરી શટલ બંધ કરાવવામાં આવી હતી.
રિપોર્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મોકલવામાં આવ્યો
આ મામલે આગળની તપાસ માટે રિપોર્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને મોકલવામાં આવ્યો છે અને જરૂરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી રહ્યું છે.
આ પણ વાંચો--- Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે