વિરમગામ તાલુકાના મેલજ ગામમાં ઠાકોર સમાજના યુવાનોને રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગત શુક્રવાર થી રવિવાર ત્રણ દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ.જે ટુર્નામેન્ટમાં સમાજના યુવાનોની કુલ સોળ ટીમો એ ભાગ લીધો હતો.રવિવારે બાપા સીતારામ પાટડી અને બહુચર ઇલેવન વચ્ચે અંતિમ મેચ રમાઈ હતી. જેમાં બાપા સીતારામ ટીમ વિજેતા બની હતી.સમાજ અગ્રણી ભુવાજી,વિષ્ણુભાઈ સરપંચ, પુર્વ જિલ્લા સભ્ય મનુજી, તાલુકા સભ્ય રમેશભાઈ વગેરે સહિત ઉપસ્થિત આગેવાનોએ વિજેતા ટીમ સહિત ખેલાડીઓને ટ્રોફી,શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.બેસ્ટ બોલર બંસી ઠાકોર,બેસ્ટ બેટ્સમેન ચિરાગ ધામેચા, મેન ઓફ્ ધ સિરીઝ તરીકે ડેની ઠાકોરને ટ્રોફી આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો