અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓની રેલી યોજવામાં આવી હતી, મહિલા પોલીસ અને બાઇક રાઇડર્સ આ રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનર્સ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ, શહેરીજનોમાં ટ્રાફિક સેન્સ વધે તે ઉદ્દેશથી યોજી બાઈક રેલી.

અમદાવાદમાં 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પોલીસ દ્વારા ખાસ મહિલા વૉકેથોન કાર્યક્રમ 3 માર્ચના રોજ યોજાયો હતો, આ કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લઈ મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને ફિટનેસનો સંદેશ આપ્યો હતો.

સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ

મહિલા સશક્તિકરણનું તાદૃશ્ય ઉદાહરણ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલ અમદાવાદ પોલીસની વૉકેથોનમાં જોવા મળ્યું હતુ, આજ રોજ ,

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં, યોજાનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રુપે મહિલા વૉકેથોનનું આયોજન થયું હતુ અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં ફરજ બજાવતા મહિલા પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ આ વૉકેથોનમાં ભાગ લીધો હતો.


આ પણ વાંચો : Agriculture News : ઉનાળુ કઠોળ જેવા કે મગ, ચોળી, ગુવારના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર