વિરમગામ બાયપાસ પસાર થતા અમદાવાદ કચ્છ હાઇવે માર્ગ પરથી ગુરુવારે રાત્રે અમદાવાદ તરફ્થી ગાંધીધામ કચ્છ તરફ્ વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલુ ટેલર ટ્રક વાહન પસાર થવાની બાતમી વિરમગામ ગ્રામ્ય પોલીસને મળી હતી.જેથી પોલીસે વિરમગામ બાયપાસ હાઈવે માર્ગ પર તપાસ ગોઠવી હતી. દરમ્યાન પ્રાપ્ત માહિતી અનુસાર વાહન પસાર થતા તેને રોકીને તપાસ કરી હતી.વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો.જેથી પોલીસે વાહન ચાલક મુસ્તાક મમદરહીમ જમાલ પઠાણ રહેવાસી સિયાઈ જિલ્લો બાડમેર,રાજસ્થાનની ધરપકડ કરી હતી. તેમજ કુલ 38,256 નંગ 47,82,000 કિંમતનો કુલ વિદેશી દારૂનોજથ્થો, દસ લાખનું વાહન, આઠ હજાર રોકડ અને બે મોબાઈલ મળી કુલ 58,00,000 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી તપાસ ના ચક્રોગતિમાન કરાયા છે.

Vadodara: પાદરાની શાળામાં વિદ્યાર્થીઓને સ્વાગત સાથે પ્રવેશ









