રખિયાલમાં રહેતા 69 વર્ષીય રફીકભાઇ શેખ નિવૃત જીવન ગુજારે છે. તેમની પુત્રવધુ તૈયબાબાનુ ગત 3 નવેમ્બરે પોતાના પ્રેમી સાથે યુવક સાથે ભાગી ગઇ હતી. જેથી રફીકભાએ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થવા અંગેની જાણવા જોગ ફરીયાદ નોધાવી હતી. આ તરફ તૈયબાબાનુ કલોલ પોલીસ સ્ટેશન ખાતે મળી આવતા પોલીસ દ્વારા તેને રખિયાલ લાવીને તેના પતિ ઝાકીર અને સસરા રફીકભાઈને સોંપી હતી. સસરાના ઘરે તૈયબાબાનુ, શહેનાઝ, આયશા અને કુલસુમ એમ ચારેય જણાએ મળીને પૌત્રને માર માર્યો હતો. રફીકભાઈ વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. તેમજ ઝાકીરને પણ માર માર્યો હતો. બાદમાં ચારેય ગાળો બોલીને નાસી ગયા હતા. આ અંગે રફીકભાઇએ ચારેય સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: