અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કોઠ ગામમાં થયેલ લૂંટના ગંભીર બનાવનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કોઠ ગામે ગત તા. 14મીએ ત્રાટકેલા શખ્સોએ એક મકાનમાં ઘૂસી દંપતીને ઇજા પહોંચાડી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂ. 90,000 અને ત્રણ મોબાઇલ ફેન સહિત કુલ રૂ. 2,10,500ની લૂંટ ચલાવી ફ્રાર થઈ ગયા હતા. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબી, એસઓજી અને કોઠ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળતા શિહોરીપુરા ગામેથી ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. જેમાં જયેન્દ્રભાઈ ઉર્ફે જયલો ભુપતભાઈ મકવાણા(રહે. શિહોરીપુરા), હાર્દિકભાઈ ઉર્ફે ભુપી વશરામભાઈ મકવાણા (રહે. કેસરડી, તા. બાવળા) અને જગમાલભાઈ ઉર્ફે ગોગો મનસુખભાઈ સોલંકી(રહે. ડરણ, તા. સાણંદ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ ત્રણ મોબાઇલ ફેન, રોકડ રૂ. 3,500 મળી કુલ રૂ. 68,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Gujarat Latest News Live આગામી 3 કલાક દરમિયાન ઉત્તર- મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી









