વિરમગામ શહેર પોલીસે શાકભાજીની આડમાં વિદેશી દારુના વેપલો કરનારા એક શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.

વિરમગામ પોલીસને ખાનગી બાતમી મળતા શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેના હોલસેલ શાકભાજી માર્કેટમાં બુધવારે દરોડો પાડયો હતો.જ્યાં એક દુકાનની બહાર ઓટલા પર ટામેટાંના કેરેટમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસ તપાસમાં મળી આવ્યો હતો.પોલીસે અર્જુન ઉર્ફે વિપુલ સંગાની રહેવાસી પરકોટા ખોડીયાર માતાજી મંદિર પાસેના વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.ચાલીસ નંગ વ્હીસ્કીની બોટલનો કુલ 21,600 કિંમતનો જથ્થો કબજે કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.