વિરમગામ શહેરમાં ધનતેરસના રોજ શુક્રવારે મોડી રાત્રે બે મિત્રો વચ્ચે મશ્કરી કરવા બાબતમાં બોલાચાલી સર્જાઈ હતી. જે તકરારમાં પરિણમી હતી. પાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખના પતિ, દિયર સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ઈજાગ્રસ્તે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને શહેરમાં કટલરીનો વ્યવસાય કરતા વિજય રમેશભાઈ ડાભી ઉંમર 44 ને છેલ્લા દસેક વર્ષથી તેમની સોસાયટી પાસે જ આવેલી લક્ષ્મીબાગ સોસાયટીમાં રહેતા મિલન ઠક્કર( પાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખના પતિ) સાથે ઓળખાણ થઈ મિત્રતા કેળવાતા બંને ફોન પર વાતચીત કરતા અને સાથે બેસતા ઉઠતા હતા. દરમ્યાન કેટલાક સમયથી મિલન ઠક્કર વિજય ડાભીને કોઈ અંગત બાબતે મશ્કરી કરતા હોવાથી શુક્રવારે રાત્રે ફોન આવતા વિજય ડાભીએ પણ મિલન ઠક્કરને સામે અંગત મશ્કરી કરતા બંને વચ્ચે મનદુઃખ થયું હતુ અને ફોનમાં બોલાચાલી સર્જાઈ હતી. આ સમયે વિજય ડાભી પોતાની દુકાને ઉપર બનાવેલ આરામ કરવાના સ્થળે હતા.જે બોલાચાલી બાદ રાત્રે ઘરે આવતા ધમકી આપતા તેઓ પાછા દુકાન સ્થળે જતા રહ્યા હતા.મોડી રાત્રે દોઢ થી બે કલાક જેટલા સમયમાં વિજય ડાભી અને તેમના બને પુત્રો ઘરે પાછા ર્ફ્યા ત્યારે સોસાયટી નજીકમાં રસ્તામાં મિલન ઠક્કર,કરણ ઠક્કર,પીન્ટુ ઠક્કર,અરવિંદ રબારી સહિત અજાણ્યા બે વ્યક્તિઓ દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો વિજય ડાભી દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. હુમલામાં વિજય ડાભીને ગંભીર ઈજા પહોંચી હતી. દરમ્યાન વિજય ડાભીનો નાનો પુત્ર અભય છોડાવવા વચ્ચે આવતા તેને પણ ઈજા પહોંચી હતી. દરમ્યાનમાં હુમલો કરનારા ધમકીઓ આપી જતા ઈજાગ્રસ્ત પિતા પુત્રને વિજય ડાભીના મોટા પુત્ર સહિત સારવાર અર્થે વિરમગામમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિજય ડાભી સારવાર હેઠળ છે. જ્યારે અભય ડાભીને સારવાર અપાયા બાદ રજા અપાઈ હતી. બનાવની પોલીસને જાણ કરતા પહોંચી હતી.વિજય ડાભીએ મિલન ઠક્કર, કરણ ઠક્કર, પીન્ટુ ઠક્કર, અરવિંદ રબારી અને એક અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેફ્યિત જણાવી શનિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો