સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી ટીમના કીશોરભાઈ પારધી, દશરથભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રા બીએસએનએલ કચેરી પાસેથી એક શખ્સ શંકાસ્પદ બાઈક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના મેળાના મેદાન પાછળ રહેતો મુન્ના બેચરભાઈ દલસાણીયા અમદાવાદના બોડકદેવ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરેલ બાઈક સાથે ઝડપાયો હતો. આ બાઈક ચોરીની ઈ-એફઆઈઆર નોંધાયેલી છે. એલસીબી ટીમે રૂપીયા 50 હજારના બાઈક સાથે મુન્નાને ઝડપી લઈ સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો