આ તસવીર કોઈ અંતરિયાળ ગામડાની નહીં, પરંતુ એક ધમધમતા વિસ્તારની સરકારી મિલકતની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. ઈમેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક તરફ્ દેશ 'ડિજિટલ ઈન્ડિયા' અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરી રહ્યો છે.


ત્યારે બીજી તરફ્ સામાન્ય જનતાની સેવાનું કેન્દ્ર ગણાતી આ પોસ્ટ ઓફ્સિ પતરાના શેડ નીચે અને જર્જરિત હાલતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી છે. વરસાદમાં ટપકતા પતરા અને ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે અહીં કર્મચારીઓ જીવના જોખમે ફ્રજ બજાવે છે. કિંમતી દસ્તાવેજો, ટપાલ અને લોકોની બચત થાપણોની સુરક્ષા સામે અહીં મોટા સવાલો ઊભા થાય છે. ઓફ્સિની બહાર અસ્તવ્યસ્ત પડેલા વાહનો અને ગંદકીના ગંજ તંત્રની નિષ્ક્રિયતાની સાક્ષી પૂરે છે. શું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? પોસ્ટ ઓફ્સિ એ માત્ર એક ઈમારત નથી, પણ લોકોના ભરોસાનું પ્રતીક છે. તંત્રને નમ્ર અપીલ છે કે આ 'પતરાવાળી' ઓફ્સિના સ્થાને સુવિધાયુક્ત પાકું મકાન બનાવવામાં આવે, જેથી નાગરિકો અને કર્મચારીઓ માનભેર પોતાની સેવાઓ મેળવી અને આપી શકે. આ દ્રશ્ય સત્તાધીશો માટે લાલબત્તી સમાન છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: