રામસર બિરુદ પ્રાપ્ત પ્રખ્યાત નળ સરોવર પક્ષી અભયારણ્યના જળ પ્લાવિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા સીમાડામાં વિશાળ પથરાયેલા સરોવર વિસ્તારમાં દેશ અને વિદેશ માંથી આવી શિયાળાની મૌસમમાં આશિયાના બનાવતા પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ કરવામા શિકારીઓ બેફામ બન્યા છે.ત્યારે અભયારણ્યના વિસ્તાર માંથી તાજેતરમાં શિકાર કરેલા પક્ષીઓ ભરેલા પાંચ થેલા વન સંરક્ષણ ટીમે કાયલા ગામ નજીક માંથી રસ્તા પરથી કબજે કરીને તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 21,નવેમ્બર શનિવારના રોજ સાત કલાક આસ પાસ સમયમા એક્ટિવા પર બે વ્યક્તિઓ શિકાર કરેલા દેશ વિદેશના પક્ષીઓ ભરેલા થેલા લઈને નળસરોવર નજીક માંથી જઈ રહ્યા હતા.દરમ્યાન કાયલા ગામ પાટિયા પાસે વન સંરક્ષણના વાહનને જોઈને એક્ટિવા પર જઈ રહેલા બંને શખ્સોએ પોતાની પાસે રહેલા થેલા રસ્તા પર ફેંકી દીધા હતા અને ભાગી ગયા હતા.વન સંરક્ષણ કર્મી દ્વારા થેલાઓ પાસે પોહચી તપાસતા પાંચ થેલામાં શિકાર કરેલા પક્ષીઓ ભરેલા હતા.જેથી થેલા કબજે કર્યા હતા અને તાબળ તોબ થેલા ખાલી કરી તપાસતા વિવિધ જાતિના કુલ 141 પક્ષીઓ હતા.જેમાં 35 ના મૃત્યુ નિપજ્યા હતા.પાંચ ઘાયલ હતા.બાકી 101 તંદુરસ્ત હોવાથી તેને ફરી કુદરતના ખોળે છોડી દેવાયા હતા.મૃત તેમજ ઘાયલ પક્ષીઓને અમદાવાદ વાઈલ્ડ કેર સેન્ટરમા ખસેડાયા હતા.નળ સરોવર વન સંરક્ષણ વિભાગ દ્વારા બે અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.પરંતુ હજુ સુધી ભાગી ગયેલા શિકારીઓ દબોચાયા નથી. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આ વખતે શિયાળાની મૌસમની શરૂઆતમાંજ શિકારીઓ નિર્દોષ વિહંગોના શિકાર વૃત્તિમાં બેફામ બનતા તેમને જેર કરવા અભયારણ્યમાં હાલ ચોવીસ કલાક પેટ્રોલિંગ હાથ ધરાયું છે. 55થી વધુ કર્મીઓની ટીમો કાર્યરત કરી દેવાઈ છે.સીસી ટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.વધુમા એસ.આર.પી.પોલીસ જવાનો તૈનાત કરવા માંગ કરવામાં આવી હોવાનું રેન્જ ફોરેસ્ટ અધિકારી ધવલ દેસાઈ દ્વારા જાણવા મળ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો