એક મહીના કરતા વધુ સમય પછી શનિવારે સાંજના સમયે અમદાવાદના વાતાવરણમાં અચનાક પલટો આવતા શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી પડતા શહેરીજનોએ હાંશકારો અનુભવ્યો હતો. રાજયના અન્ય વિસ્તારોની સાથે 13 સપ્ટેમ્બરે અમદાવાદમા પણ ભારે વરસાદ વરસવા અંગે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામા આવી હતી. આ અગાઉ સવારથી અસહય ઉકળાટ અનુભવી રહેલા શહેરીજનો ઉપર મેઘરાજા મહેરબાન થતાં હોય એમ સાંજના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ઓઢવ,વિરાટનગર, નિકોલ ઉપરાંત મેમ્કો, નરોડા, હંસપુરા ઉપરાંત પાલડી, વાસણા,નવરંગપુરા વસ્ત્રાપુર, સરદારનગર, ઈન્દ્રપુરી સહીત

અન્ય વિસ્તારમા હળવો વરસાદ વરસ્યો હતો.

આ વર્ષે ચોમાસાનો વિલંબથી આરંભ થયો હતો. આમ છતાં અમદાવાદમાં 23 અને 31 જુલાઈના રોજ પડેલા વરસાદને કારણે સીઝનનો 70 ટકા વરસાદ વરસી ગયો હતો.પરંતુ એ પછી સમગ્ર ઓગસ્ટ મહીનો વરસાદ વગર કોરો પસાર થતા દુકાળની સંભાવના વ્યકત કરવામા આવી રહી હતી.લાંબા સમય પછી શહેરમા વરસેલા વરસાદની વચ્ચે 15 સપ્ટેમ્બરથી શહેરમાં શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઈ ભાવિકોએ ભાદરવાના આરંભે મેઘરાજાની એન્ટ્રી થતા શ્રીજીને હજુ સારો વરસાદ આપી સમગ્ર રાજય ઉપર મેઘમહેર કરવા પ્રાર્થના શરૂ કરી દીધી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો