બાવળા : બાવળા શહેર માં આવેલી વલ્લભ નગર સોસાયટીમાં અંબિકા કોટન પ્રેસ નીચાણ માં હોવાથી તેમાં વરસાદી પાણી ખૂબ જ માત્ર માં ભરાયેલું રહે છે સ્થાનિકો દ્વારા ગયા વર્ષે ફરિયાદ કરવામાં આવતા કલેકટર , ઈજનેર ની ટીમ , ચીફ્ ઓફ્સિર તેમજ સ્થાનિક કોર્પોરેટર દ્વારા આવીને આ સ્થળ મુલાકાત લીધી હતી પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે આ વર્ષે ધોધમાર વરસાદ આવવા ના કારણે સોસાયટી ની મુખ્ય દીવાલ ધરાશાઈ થઈ હતી રહીશો દ્વારા ઘણી વખત કહેવા છત્તા કોટન પ્રેસ ના માલિક કોઈ પુરાણ કે પાણી કાઢવાની વ્યવસ્થા કરતા નથી જ્યારે દીવાલ ધરાશાઈ થતા સોસાયટીને આર્થિક નુકશાન પણ થયુ છે ભરાયેલા પાણીના નિકાલ ની કોઈ વ્યવસ્થા ના હોવાથી ઘણા સમય સુધી પાણી ભરાઈ રહે છે જેથી સોસાયટી ના રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે સોસાયટીના રહીશો દ્વારાતેમની સમસ્યાનું જલ્દી સમાધાન કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
