અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બગીચાઓ બનાવીને શહેરને હરિયાળું બનાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી જ છે. શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં TP-73 પર સ્ટેટસ ડાઇન બેન્ક્વેટ એન્ડ રેસ્ટોરન્ટથી સગ્દુરુ કૃષ્ણા-2 તરફ્ જતા માર્ગ પર આવેલો ઓક્સિજન પાર્ક હાલ તંત્રની ઘોર ઉપેક્ષા અને બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે. લોકો જ્યાં સ્વચ્છ હવા અને શાંતિ મેળવવા આવે છે, ત્યાં હાલ પશુઓનો અડ્ડો જામ્યો છે. મહત્વનું છે કે પાર્કની બદહાલીની મુખ્ય કારણાંત્ર દ્વારા સુરક્ષા અને જાળવણીનો સાવ અનાદર છે. આ પાર્કમાં ગાયો અને ભેંસો ખુલ્લેઆમ ઘૂસીને નવા વાવેલા વૃક્ષો અને છોડવાઓ ચરી જાય છે. જેના કારણે હરિયાળી વધવાના બદલે નાશ પામી રહી છે.: પાર્કની ફરતે યોગ્ય બાઉન્ડ્રી વોલકે તારની જાળી જ મૂકવામાં આવી નથી. જેના કારણે પાલતુ અને રખડતાં પશુઓ માટે પાર્ક ખુલ્લો તબેલો બની ગયો છે. સિક્યોરિટી કે ગાર્ડના અભાવે પાર્કમાં સ્વચ્છતા અને સુવિધાઓ પણ રામ ભરોસે છે. સ્થાનિકોનું કહેવું છે કે જે પાર્કને ડ્રીમ પ્રોજેક્ટક્ર તરીકે રજૂ કરીને નાગરિકોને શુદ્ધ હવા અને કસરત માટે ઉત્તમ વાતાવરણ આપવાનું વચન અપાયું હતું, તે પાર્ક આજે તંત્રના કાગળ પરના દાવાઓનો પર્દાફાશ કરી રહ્યો છે. સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો યોગ્ય પ્રોટેક્શન વોલ અને જાળવણી જ ન હોય, તો લાખોના ખર્ચે પાર્ક બનાવવાનો અર્થ શું સ્થાનિક નાગરિકોની ઉગ્ર માગ છે કે રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અને AMCનું ગાર્ડન વિભાગ તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરે. પાર્કની ફરતે મજબૂત બાઉન્ડ્રી વોલ કે જાળી લગાવવામાં આવે જેથી પશુઓ અંદર ન ઘૂસી શકે અને પાર્કમાં ફરીથી વૃક્ષારોપણ કરી તેનેખરા અર્થમાં ઓક્સિજનપાર્ક બનાવવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો