બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળામાં ચોમાસાની સિઝન નગરજનો માટે આફ્ત બની ગઈ છે શહેરમાં વરસાદી પાણીના નિકાલની જટિલ સમસ્યાના કારણે નગરજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે ચાલુ વર્ષે એક જ રાતમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા શહેરમાં ઠેર ઠેર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા શહેરમાં આવેલી વલ્લભનગર સોસાયટીમાં વરસાદ બંધ થયાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી સોસાયટીની દીવાલો પાણી ભરાઈ રહેવાથી એક તરફ્ દીવાલ પણ તૂટી જવા પામી હતી સોસાયટીના આ રોડ ગામતળ ને જોડતો માર્ગ છે જેથી ત્યાંથી સ્કૂલ, રોજગાર ધંધા જવા માટે નો મુખ્ય માર્ગ છે રોડ પર પાણી ભરાઈ રહેતા રહીશો ને હાલ 1થી 1.5 કિમી ફરીને જવું પડે છે સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા પાણીનો તાત્કાલિક નિકાલ કરવા બાવળા પાલિકા ચીફ્ ઓફ્સિર અને નગર સેવા સદનને લેખિતમાં ફ્રિયાદ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો