વિરમગામઃ અંગ્રેજ રાજની ચુંગલમાંથી દેશને આઝાદી મળ્યાના 80 માં સ્વાતંર્ત્ય પર્વમાં વિરમગામ શહેર સહિત પંથકના લોકો રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાયા હતા અને પંદર ઓગષ્ટ શનિવારે શાનદાર ઉજવણી કરી હતી. તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ નળકાંઠા વિસ્તારના વસ્વેલિયા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો.મામલતદાર મયુરધ્વજસિંહ રાઠોડ દ્વારા ધ્વજ વંદન કરાયુ હતુ.શહેરમાં તાલુકા સેવા સદન, પાલિકા કચેરી, પોલીસ મથકો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પંથકની દરેક શાળા, કોલેજ, સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો દ્વારા, ઔધોગિક એકમોમાં સવારે રાષ્ટ્ર ધ્વજને ફરકાવી સલામી અર્પી હતી. આમ જનતાએ પોતાના ઘરો, વાહનો, વ્યવસાય સ્થળો પર રાષ્ટ્ર ધ્વજ લગાવી સ્વાતંર્ત્ય પર્વ મનાવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.બાળકોને મીઠાઈ, ચોકલેટ, બિસ્કીટ વિતરણ થયા હતા.તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા હતા.શહેરની સરકારી કચેરીઓ શુક્રવારથી રોશનીથી સજાવામાં આવી હતી.પાલિકામાં સારી કામગીરી માટે કર્મીઓનું સન્માન કરાયુ હતુ.
